ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમા આત્મનિર્ભર ગ્રામયાત્રા યોજવામાં આવી રહી છે, ત્યારે આજે તા.૨૦/૧૧/૨૦૨૧ ને શનિવાર ના રોજ આ આત્મનિર્ભર ગ્રામયાત્રા દુધિયા આવી પહોંચી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ યોજનાઓ અંતર્ગત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચાડવા હેતુ ત્રણ દિવસ રાજ્યના ગામે – ગામ આત્મનિર્ભર ગ્રામયાત્રા રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી રહી છે.
આત્મનિર્ભર ગ્રામયાત્રામાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સરતનભાઈ ચૌહાણ, તાલુકા પ્રમુખ, તાલુકા સભ્યો, રમેશભાઈ ગારી, પ્રકાશભાઈ પટેલ સહીત જિલ્લાના વિવિધ વિભાગોમાંથી અધિકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા.
આત્મનિર્ભર ગ્રામયાત્રામાં લોકાર્પણ અને ખાતમહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લીમખેડાની કુલ પાંચ જિલ્લા પંચાયતમાં ૧૨૭૧ લોકાર્પણ ના કામો ₹. ૮૪૧.૬ લાખ, જેમાં દુધિયા જિલ્લા પંચાયતમાં મનરેગા, PMAY, ATVT, ટ્રાયબલ, ૧૫માં નાણાંપંચના કુલ ૪૩૧ કામો ₹.૨૨૨.૬૭ લાખનું જેમાંના લોકાર્પણ ૪૩ કામોના ખાત મહુર્ત ₹.૩૨.૬૦ લાખના યોજવામાં આવ્યા હતા. આ આત્મનિર્ભર ગ્રામયાત્રા માં ICDS. ખેતીવાડી, બાગાયત, આરોગ્ય, મિશનમંગલ, પશુ પાલન સહીતની સંસ્થાઓ દ્વારા લાભાર્થીઓને કીટ આપવામાં આવી હતી.