દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામના મુખ્ય દ્વાર થી આઝાદ ચોક અને સરકારી હોસ્પિટલ સુધી ખાડાઓની ભરમાર જોવા મળી રહી છે. જ્યારે નગરના જાગૃત નાગરિકો દ્વારા તલાટી કમ મંત્રી અને સરપંચને જાણ કરતા સરપંચ દ્વારા વરસાદના લીધે પડેલ ખાડાઓ પૂરવાનું કામકાજ મેટલ નાખી ચાલુ કરેલ છે. જેમાં ખાડાઓ તો મેટલથી ભરવામાં આવ્યા પરંતુ જે મેટલ નાખવામાં આવી છે તેના નાના મોટા કાકરા રોડ પર ખુલ્લા પડેલ હોવાથી ટું વહીલર બાઈક નીકળતા પથ્થર છટકીને આજુ બાજુના ગ્રામજનોને અને એક બે દુકાનદારને વાગેલ છે, તો ગ્રામ પંચાયત દુધિયા દ્વારા સત્વરે ખાડાઓ ઉપર સિમેન્ટ અને રેતીનો માલ ભરી ખાડા પૂરવામાં આવે એવી એવી દુધિયા નગરના નગરજનો અને દુકાનદારોની માંગ ઉઠવા પામી છે.
લીમખેડા તાલુકાના દુધિયા ગામના મુખ્ય દ્વાર થી આઝાદ ચોક સુધી ખાડાઓની ભરમાર, નગરજનો ત્રાહિમામ
RELATED ARTICLES