દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામમાં આવેલ તળાવને અત્યંત આધુનિક સુવિધાથી સજ્જ કરવા માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૂ।. 12.91 કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ બનાવવામાં આવનાર છે. જેનું ખાત મહુર્ત દાહોદ જિલ્લાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર તથા લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરના હસ્તે કરવામાં આવ્યું.
ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ દ્વારા લીમખેડા તાલુકાના દુધિયાગામનાં તળાવનું અત્યંત આધુનિક સુવિધાઓથી સજજ નવીનીકરણ કરવામાં આવનાર છે, જેમાં વોકિંગ સ્ટ્રીટ – 5.94 કરોડ, પાર્કિંગ – 1.68 કરોડ, ગેટ તથા સિક્યુરિટી – 15 લાખ, CCTV, સ્ટ્રીટ લાઈટ – 1.13 કરોડ, શોચાલય માટે – 24 લાખ, RCC ઓડી સ્ટેન્ડ – 56 લાખ, રમત – ગમત સાધનો માટે – 56 લાખ, હોટલ માટે – 49 લાખ એમ કુલ 12.91 કરોડના ખર્ચે અત્યંત આધુનિક સુવિધાથી સજ્જ તળાવનું નવીનીકરણનું ખાત મહુર્ત આજે કરવામાં આવ્યું. જેનો લાભ દુધિયા સહીત આજુબાજુના લોકો મળનાર છે. દાહોદ સાંસદ દ્વારા સાંસદ આદર્શ ગામને જોઈતી તમામ સુવિધા આજે દુધિયા ગામને સાંસદ દ્વારા ઉપલબ્ધ કરાવવામા આવી છે. જેમાં ગામનાં તમામ રસ્તા પાક્કા રસ્તા, 24 કલાક 66 કે.વી. વીજળી, સ્મશાન ઘર, કોમ્યુનિટી હોલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, એમ્બયુલેન્સ, પીવાનું પાણી સહીતની તમામ સુવિધા સાંસદ તથા ધારાસભ્ય દ્વારા પરિપૂર્ણ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનની માંગણીને પણ આવનાર સમયમા પૂર્ણ કરવાની જાહેરાત સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા કરવામાં આવી હતી.
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા મંજુર દુધિયા ગામનાં તળાવના ખાત મહુર્ત પ્રસંગે ઉપસ્થિત સાંસદ દ્વારા સરકારી સંપત્તિ જાળવણી માટે અપીલ કરી હતી. કરોડો રૂપિયાના ખર્ચે સરકાર લોકો સુધી સુવિધા પોહોંચાડવા કટિબદ્ધ છે ત્યારે તેની જાળવણીની જવાબદારી પણ લોકોની છે તેમ જણાવ્યું હતું. આ ખાત મહુર્તમા જિલ્લા પ્રમુખ સ્નેહલભાઈ ધરીયા, દુધિયા જિલ્લા સભ્ય સરતનભાઈ ચૌહાણ, તમામ જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા


