MAYURKUMAR RATHOD – LIMKHEDA
દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના પાલ્લી ગામે આવેલ વ્રજઘામ આશ્રમ ખાતે શ્રાવણ મહિનાની અમાવસના દિવસે માટીના એકવીસ હજાર પાર્થીવ શિવલીંગ બનાવી પુજા-અર્ચના કરવામાં આવી હતી. હિન્દુ ઘર્મમા શ્રાવણ મહિનો એટલે ભકિત આરાઘના કરવાનો શ્રેષ્ઠ મહિનો ગણવામાં આવે છે, ખાસ કરીને શ્રાવણ મહિનમા ભગવાન ભોલેનાથની પુજા કરવાથી મહાદેવ જલ્દી પ્રશન્ન થતા હોય છે, ત્યારે શ્રાવણ મહિનાનો છેલ્લા દિવસ એટલે અમાવસ.
અમાવસના દિવસે વ્રજઘામ આશ્રમ ખાતે એકવીસ હજાર જેટલા માટીના પાર્થીવ શિવલીંગ બનાવી તેની પુજા – અર્ચના કરવામાં આવી હતી. પાર્થીવ શિવલીંગના દર્શન કરવા સમગ્ર જીલ્લામાંથી શ્રઘ્ઘાળુઓ ઉમટી ૫ડયા હતા, વ્રજઘામ આશ્રમ ખાતે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે ભકતોએ પાર્થીવ શિવલિંગના દર્શન સાથે મહાપ્રસાદીનો લાભ લઇ ઘન્યતા અનુભવી હતી.