HIMANSHU PATEL –– LIMKHEDA
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના સને 1997 થી 2005 ના વિદ્યા સહાયક તરીકે ભરતી થયેલ શિક્ષકોએ ગત રોજ લીમખેડા મામલતદારને નોકરી સળંગ ગણી મળતા લાભો આપવા ઍક આવેદનપત્ર આપ્યું હતું. હાલમાં જ સરકારે 2006 થી ફરજ બજાવતા વિદ્યા સહાયકને સળંગ નોકરી ગણવાનો પરિપત્ર કર્યો છે. જેને લઈને સને 1997 થી 2005 સુધીના વિદ્યા સહાયકમાં રોષની લાગણી જોવા મળી મળી હતી. તાલુકા સંઘ તથા શિક્ષકો દ્વારા સળંગ નોકરી તથા મળતા લાભો મળે તે માટે માન્ય મુખ્યમંત્રીને અનુસંધાને ઍક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સને 1997 થી 2005 ના શિક્ષકો હજાર રહ્યા હતા.