THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લામાં હાલ કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યું છે ત્યારે કોરોનાની બીજી લહેર સામે પહોંચી વળવા શાળાઓના માધ્યમ થી ગામ અને સમાજમાં જાગૃતિ આવે તે હેતુ થી જુદા જુદા કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે.
જેમાં જિલ્લા કક્ષાએથી આવેલ પોસ્ટર શાળા, જાહેર સ્થળ, ગ્રામ પંચાયત અને સસ્તા અનાજની દુકાન કે જ્યાં લોકોની અવર જવર વધુ હોય ત્યાં જાહેર જનતા જોઈ શકે તેવી રીતે લગાવામાં આવી રહ્યા છે. બીજી વોટ્સઅપના માધ્યમ થી જિલ્લા કક્ષાએ થી આવેલ સ્ક્રીપ્ટ, માઈકમાં સૂત્રો, વોઇસ મેસેજ, વિડિઓ સહીત વિવિધ રીતે સોસીયલ મીડિયાનો ઉપયોગ કરી જનજાગૃતિ લાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. શાળા ની બહાર બેનર લગાવી જનજાગૃતિ લાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. સોસીયલ મીડિયામાં વોટ્સઅપના વિવિધ ગ્રુપ માં સાવચેતીના પગલાં તથા ખોટી ટીપ્પણી અથવા મેસેજ ન ફેલાય તેની તકેદારી સાથે જનજાગૃતિનું અભિયાન મેં. જિલ્લા શિક્ષણાધિકારી મયુર પરીખ, BRC કલ્પેશ પટેલના માર્ગદર્શન મુજબ શરૂ કરવામાં આવ્યું. જેમાં દરેક શાળા, ગામ સુધી કોવીડ 19 ની સચોટ માહીતી અને માર્ગદર્શન પહોંચી રહ્યું છે. આમ લીમખેડાની શાળાઓમાં કોરોના અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું