દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા શૈક્ષિક સંઘ અને કાલિયારાય પગાર કેન્દ્રના શિક્ષકોના આર્થિક સહયોગથી કાલિયારાય, શણગિયા, મુનાવાણી, કરમાંદી, સૂડીયા, સરજુમી તથા જાલીયાપાડા સહીતના ગામોમાં જરૂરિયાત મંદો, વિધવા તથા અંધ વ્યક્તિઓને 75 જેટલી ₹.30000/- ની કિંમતની કીટ વહેંચવામાં આવી. સાથે સાથે 500 થી 700 જેટલાં માસ્ક પણ વહેંચવામાં આવ્યા. લીમખેડા રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ દ્વારા અત્યાર સુધી કુલ 1000 જેટલી કીટ શિક્ષકોના સહયોગથી વહેંચવામાં આવી છે. જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના અઘ્યક્ષ રાકેશભાઈ બારીયા, ઉપાધ્યાયક્ષ હિમાંશુ પટેલ, રાજ્ય કારોબારી દેશીંગભાઈ તડવી, અર્જુનભાઈ રૂબરૂ ગામે ગામ ફરી જરૂરિયાત વાળા વ્યક્તિ સુધી કીટ પહોંચાડી હતી.
HomeLimkheda - લીમખેડાલીમખેડા તાલુકા શૈક્ષિક મહાસંઘ અને કાલિયારાય પગાર કેન્દ્રના શિક્ષકોના સહયોગથી જરૂરિયાત મંદોને...