લીમડી નગરમા મંદિરો તેમજ નદીની આસપાસ દર રવિવારે પંચાલ અંલકેશ ભાઇની આગેવાની હેઠળ નગરના યુવાનો સાથે રાખી સાફસફાઇ હાથ ધરવામા આવી રહી છે. આ અંગે અંલકેશ ભાઇ એ વાતચીત દરમિયાન જણાવેલ કે હાલમા દેશ ના વડાપ્રધાન અને ગુજરાત ના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદી દ્વારા સફાઇ અભિયાન અંગે જાગૃતતા લાવવામા આવી છે.
જેના પગલે દરેક વ્યક્તિ ની પોતાના ઘર આગણથી માંડી નગર શહેર ચોખ્ખુ રાખવવા ની ફરજ છે જેથી અમોને પણ આ પેરણા મળી છે જેથી યુવાનો ની નાની ટીમ થી શરૂ થયેલી આ અભિયાન મા બીજા ધણા યુવાનો પણ જોડાયા છે દર રવિવારે સવારે નગર ના મંદિરો તેમજ નગર મા એક માત્ર આવેલી માછણ નદી ની આસપાસ થયેલ ગંદકી ની સફાઈ અભિયાન હાથ ધરી છે જેથી આપણુ નગર રવરછ બની શકે ત્યારે અંલકેશભાઇ ને આ અભિયાનમાં તેમના મિત્રો ની સાથોસાથ નગરજનો પણ સલામ કરે છે