લીમડી નગર આવેલ સોનાચાદી ના વેપારીઓ દારા સોના ચાંદી ઉપર ભારત સરકાર દારા એકસાઇઝ ડયુટી એક ટકો વધારી દેતા તેમજ બે લાખ ની ખરીદી ઉપર પાનકાડઁ ફરજીયાત કરી દેતા તેના વિરુદ્ધમા સમગ્ર જીલ્લા સહીત લીમડીના વેપારી ઓ પણ જડબેસલાક બંધ રાખી ઝાલોદ મામલેદાર ને આવેદનપત્ર આપ્યું હતું.
તેમજ વેપાર વિરોધી કારીગરો નુ શોષણ કરનાર તેમજ ઇનપેકટર રાજ જેવી સુવિધા ને જન્મ આપનાર કાળા કાયદા સમાન એવી સરકારી નિતી નો સખત વિરોધ વ્યક્ત કર્યો હતો અને આ કાયદો રદના કરવામા આવે તો અગાઉ વિવિધ કાયક્રમો યોજી અને વિરોધ વધુ તીવ્ર બનાવામાં આવશે તેમ એક સુર ઉઠવા પામ્યો હતો.