ગુજરાત રાજય પરીક્ષા બોર્ડની શિષ્યવૃતિ માટે ની પરીક્ષામાં લીમડીની જીવનજયોત વિદ્યાલયમા અભ્યાસ કરતા ધોરણ ૮ ના કુલ ૧૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી સંગાડા પ્રકૃતિ રસુલભાઇ શિષ્યવૃતિ માટે ની મેરીટમા પસંદગી પામતા શાળાનું ગૌરવ વધાર્યું હતુ જે બદલ શાળાના સંચાલક રાજેન્દ્રભાઇ દેવડા અને શાળાના આચાર્ય તેમજ સ્ટાફએ અભિનંદન પાઠવ્યા હતા.