Thursday, January 23, 2025
Google search engine
HomeJhalod - ઝાલોદઝાલોદ તાલુકાના લીમડીમાં શ્રી લાલબહાદુર શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ - ૫ના ગણિત...

ઝાલોદ તાલુકાના લીમડીમાં શ્રી લાલબહાદુર શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ – ૫ના ગણિત – વિજ્ઞાન પ્રદર્શન – ૨૦૧૮માં 5 માંથી 4 વિભાગમાં શ્રેષ્ઠ કૃતિઓમાં ધી ન્યુ એચિવર સ્કૂલ ઓફ સાયન્સનું નામ

 

 

THIS NEWS POWERED BY : RAHUL MOTORS

ગઈ કાલે શ્રી લાલ બહાદુર શાસ્ત્રી શાળાવિકાસ સંકુલ-૫નું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-૨૦૧૮ શ્રી બી.પી.અગ્રવાલ શાળા, લીમડી ખાતે યોજાઈ ગયું. જેમાં મુખ્ય વિષય તરીકે “જીવનનાં પડકારો માટે વૈજ્ઞાનિક ઉપાયો” નાં જુદાં-જુદાં પાંચ વિભાગોમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ વચ્ચે પ્રયોગો / મોડલોની કૃતિઓની હરિફાઈ થઈ હતી.
સંકુલ કક્ષાનાં આ પાંચ વિભાગોમાં થનારી સ્પર્ધામાં ધી ન્યુ એચીવર સ્કૂલ ઑફ સાયન્સ, લીમડીનાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થયેલી કૃતિઓએ ડંકો વગાડી દીધો અને પ માંથી ૪ વિભાગોમાં શ્રેષ્ઠ કૃતિઓ પસંદ પામતા સમગ્ર શાળામાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું.
અત્રે નોંધનીય છે કે ધી ન્યુ એચીવર સ્કૂલ ઑફ સાયન્સ, લીમડી શાળા સમગ્ર ગુજરાતની સૌ પ્રથમ પ્રિસાયન્સ અભિગમ ધરાવતી શાળા છે. શાળામાં ૧૧ જેટલાં વિજ્ઞાન વિષયનાં તજજ્ઞ શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી મોટા ભાગની કૃતિઓ શ્રેષ્ઠ કૃતિઓ તરીકે પસંદગી પામી હતી, જે ખૂબ જ ગૌરવની વાત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments