દાહોદના લીમડી ગામે પણ ઉત્તરાયણની તૈયારીમાં ભુલ્કાઓ તલ્લીન
લીમડી ગામ પણ દાહોદ નું એક વેપાર હૂબ તરીકે ઉપસી આવ્યું છે ત્યારે લીમડી ના નગરજનો પણ આપડી સંસ્કૃતિ ને લગતા તમામ તહેવારો ની ઉજવણી ધામધૂમ થી કરે છે તેવા સમયમાં લીમડી ભૂલકાઓ ઉત્તરાયણ ની તૈયારિયો કરતા જોવા મળી રહ્યા છે. સરકાર અને મીડિયાની જાગૃતિથી નાના ભૂલકાઓએ પણ આ વખતે ચાઇનીસ દોરી નો ત્યાગ કર્યો છે.અને આપડી લોકલ સ્વદેશી દોરીઓ અને માંજા નો ઉપયોગ કરવાથી આ વખતે હજી સુધી દાહોદ માં દોરી થી કોઈ અપ્રિય ઘટના ઘટવાના સમાચાર નથી.