Monday, April 7, 2025
Google search engine
HomeDahod - દાહોદલીમડી ખાતે યોજાયેલ દાહોદ જિલ્લા કક્ષાનું વિજ્ઞાન-ગણિત પર્યાવરણ પ્રદર્શનને ખુલ્લુ મુકતા કેન્દ્રીય...

લીમડી ખાતે યોજાયેલ દાહોદ જિલ્લા કક્ષાનું વિજ્ઞાન-ગણિત પર્યાવરણ પ્રદર્શનને ખુલ્લુ મુકતા કેન્દ્રીય રાજય મંત્રી જશવંતસિંહ ભાભોર

Keyur A. Parmarlogo-newstok-272-150x53(1)KEYUR PARMAR BUREAU DAHOD

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ  પરિષદ, ગાંધીનગર પ્રેરીત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ અને જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત, દાહોદ આયોજીત પ્રાથમિક શાળાઓ માટેનું જિલ્લા કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન ઝાલોદ તાલુકાના લીમડી કુમાર પ્રાથમિક શાળા ખાતે યોજાયું હતું.

  આ પ્રદર્શનને ખુલ્લુ મુકતાં ભારત સરકારના આદિજાતિબાબતોના રાજયમંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે આજના ૨૧ મી સદીના ઝડપી યુગમાં વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટેવિજ્ઞાન, ટેકનોલોજી, ગણિત અને અંગ્રેજીની તાની જરૂરછે. બાળ માનસમાં રહેલી શકિતઓને બહારલાવવનું કામ શિક્ષકો જ કરી શકે છે. જે આ યોજાયેલ પ્રદર્શન પરથી ફુલિત થાય છે.  રાજયના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અનેક વિધ શૈક્ષણિક કાર્યક્રમો યોજી ગુણવત્તા સભર શિક્ષણ માટે પહેલકરી હતી.જેનાઆ સુંદર પરિણામો જોવા મળે છે. ત્યારે ગરીબ-આદિવાસી વાલીઓના બાળકોને પ્રોત્સાહિત કરવા શિક્ષણ સાથે જોડાયેલા તમામ કર્મયોગીઓ સદા તત્પર રહે તેવી અપેક્ષા શ્રી ભાભોરે વ્યકત કરી હતી.navi 2images(2)

  રાજયના પશુપાલન અને ગૈાસંવર્ધન રાજય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે નાના બાળકોમાં રહેલી સુષુપ્ત શકિતઓને ઉજાગર કરવાનું કામ શિક્ષકો જ કરી શકે. રાજય સરકારે છેલ્લા પંદર વર્ષમાં વનબંધુ કલ્યાણ યોજના થકી શિક્ષણની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. ગરીબ આદિવાસી બાળકનો માનસિક શારીરિક વિકાસ થાય અને શિક્ષણ લઇ ઉજજવળ ભવિષ્ય બનાવે તે માટે પ્રાથમિક શાળાઓમાં દૂધ સંજીવની યોજના શરૂ કરી છે. જે ખરેખર આર્શીવાદ રૂપ પુરવાર થઇ છે.  એમ રાજયમંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું

   આ જિલ્લા કક્ષાના બાળ વિજ્ઞાન મેળામાં નાના ભુલકાઓએ સ્વાસ્થ્ય ઉધોગો, વાહન વ્યવહાર અને પ્રત્યાયન, પર્યાવરણના ટકાઉપણા માટે પુન સંશોધનોમાં નવીનકરણ, ખાધ ઉત્પાદન અને સુરક્ષા માટે નવીનકરણ, રોજીદાજીવનમાં ગાણિતિક ઉપાયો રાષ્ટ્ર સુરક્ષા માટે તોપ-શાસ્ત્રોની ૪૨ કૃતિઓ રજૂ કરી હતી જેને મંત્રીશ્રી મહાનુભાવોએ નિહાળી હતી.  .

    આ કાર્યક્રમમાં સ્વાગ પ્રવચન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.જી.વ્યાસે, કર્યું. હતું

      આ પ્રસંગે જિલ્લા ભાજપાપ્રમુખ શંકરભાઇ અમલીયાર, ધારાભ્ય સર્વે વિછીયાભાઇ ભુરીયા, ગુજરાત પ્રવાસન નિગમના ડિરેકટર સુધીર લાલપુરવાલા, મીતેશભાઇ ગરાશીયા, પૂર્વ ધારા સભ્ય મહેશભાઇ ભુરીયા, તાલુકા પંચાયત પ્રમુખ દિનેશ નિનામા , શિક્ષણ સમિતિના ચેરમેન કપિલાબેન મછાર, સરપંચ મનપ્રિત સિંહ રાઠોડ,શિક્ષક સંઘના પ્રમુખ રાવજીભાઇમાળી વગેરે ઉપસ્થિત રહયા હતા.

.  જયારે આભાર વિધિ ડાયટના આચાર્ય એસ.વી.રાજશાખાએ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments