Pritesh Panchal – Limdi
દાહોદ જીલ્લામા આજ રોજ શીતળા સાતમની ઉજવણી કરવામા આવી હતી. હોળી બાદ શીતળા સાતમની પુજા કરવામા આવે છે. જેમા લીમડી નગરમા આવેલ માછણ નદીના કિનારે આવેલ 150 વર્ષથી પૌરાણિક એવા શીતળા માતાના મંદિરે રાત્રીના 12 વાગ્યાથી જ પુજા શરુ થવા પામે છે. જેમા મહીલાઓ દ્વારા માતાજીના મંદિરે ઠંડા પાણીથી સ્નાન કરાવી આગલા દિવસે બનાવેલ ઠંડુ નૈવેદ્ય ચડાવામા આવે છે. સાતમના દિવસે નાના બાળકો થી માંડી અબાલવૃદ્ધો સુધીના બધા ઠંડા પાણીથી સ્નાન કરી આગલા દિવસે બનાવેલ ઠંડુ ભોજન આરોગે છે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે