Thursday, January 23, 2025
Google search engine
HomeJhalod - ઝાલોદલીમડી નગરમાં અગ્નિશામક ગાડી ફાળવવા માટે ઉત્કર્ષભાઈ શર્માએ જિલ્લા કલેકટર ડો. હર્ષિત...

લીમડી નગરમાં અગ્નિશામક ગાડી ફાળવવા માટે ઉત્કર્ષભાઈ શર્માએ જિલ્લા કલેકટર ડો. હર્ષિત ગોસાવીને તથા જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીને આવેદન પત્ર આપ્યું

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનું મોટું ગામ એટલે લીમડી ગામ તાલુકામાં મોટું વેપારી મથક છે. આશરે 20,000 જેટલી વસ્તી ધરાવતા ગામમાં 5,000 જેટલા રહેણાક મકાનો આવેલા છે. જેમાં અમુક કાચા મકાનો પણ છે. લીમડી ની આસપાસ 3 થી 4 કિલોમીટર વિસ્તાર માં 20 થી 25 નાના ગામ આવેલા છે. લીમડીમાં અગ્નિશામક માટે કોઈ પણ વ્યવસ્થા છે નહિ. હાલ થોડા દિવસ અગાઉ ગીચ વિસ્તારનાં રહેણાંક મકાનમાં આગ લાગી અને મોટું નુકશાન થયું હતું. ઝાલોદ અને દાહોદ થી અગ્નિશામક ગાડી આવતા સમય વધુ લાગે છે જેથી સ્થિતિ ને નિયંત્રણ મેળવવામાં ખુબ મુશ્કેલી પડી.
લીમડી ગામમાં અવારનવાર આવી ઘટના બનતી હોય છે જેથી લીમડી ગ્રામપંચાયત અને  ધી લીમડી અર્બન કો. ઓપ.બેંક ના મેનેજિંગ કમિટી સભ્ય ઉત્કર્ષ ભાઈ શર્માએ દાહોદ જિલ્લા કલેકટર ડો. હર્ષિત ગોસાવી તથા જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીને  ને આવેદન આપ્યું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments