સમગ્ર ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આદિવાસી સમાજ સુધારક અને ધર્મની જ્યોત જગાડનારા એવા પૂજ્ય ગુરુ ગોવિંદ મહારાજના ઐતિહાસીક સમાધિ ધામ એવા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી રોડ પર આવેલા સુપ્રસિધ્ધ કંબોઈ ધામમાં તા.૨૦/૧૨/૨૦૨૪ ને શુક્રવારના રોજ જય ગુરુ ગોવિંદ દુવારા ટ્રસ્ટના ભાવિક ભક્તોની આગેવાનીમાં પૂજ્ય ગૃરૂ ગોવિંદ મહારાજની 166મી જન્મજ્યંતિનો ધાર્મિંક વાર્ષિક ઉત્સ્વના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જય ગુરુ ગોવિંદ દુવારા ટ્રસ્ટના પ્રમુખ પંકજભાઈ નિનામાએ જણાવ્યું હતું કે વહેલી સવારે ૦૭:૩૦ વાગે પ્રાતઃઆરતી, ત્યારબાદ ૦૮:૦૦ વાગે દળ પ્રસ્થાન શોભાયાત્રા, ૧૧:૦૦ વાગે ધ્વજારોહણ, ૧૨:૦૦ વાગે સત્સંગ ભજન, ૦૧:૩૦ વાગે ત્યારબાદ સાંજે ૦૪:૩૦ વાગે મહાપ્રસાદી અને મહાઆરતી, દર્શન પૂજાનો કાર્યક્રમ યોજાશે. જેમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી સમાજના તેમજ દરેક સમાજના ભાઈ બહેનો આ ધાર્મિંક કાર્યક્રમમાં મોટી સઁખ્યામા લાભ લેશે .