ઝાલોદ તાલુકાના લીમડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભવઃ કેમ્પ અંતર્ગત અને ગોત્રી મેડિકલ કોલેજ વડોદરાના સહયોગથી મેડિકલ હેલ્થ ચેક અપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પ દરમ્યાન ગોત્રી મેડિકલ કોલેજના વિવિધ વિભાગના સ્પેશિયાલિસ્ટ ડોકટર્સ દ્વારા નિદાન અને સારવાર કરવામાં આવી હતી.
આ કેમ્પની અંદર ૭૨ જેટલા દર્દીઓએ લાભ લીધા હતો. કેમ્પમાં લેબોરેટરી તપાસ, ટીબી, એક્સરે વાન દ્વારા દર્દીઓના એક્સરે પણ કરવામાં આવ્યા હતા. સમગ્ર મેડિકલ હેલ્થ કેમ્પનું આયોજન સામૂહિક આરોગ્ય કેન્દ્ર અધિક્ષક ડૉ. ડી.કે.પાંડે દ્વારા કરવામાં આવ્યું હતું. હેલ્થ કેમ્પમાં ભાગ લીધેલ તમામ લાભાર્થીઓ, ડૉક્ટરો અને કર્મચારીઓનો છેલ્લે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.