Thursday, December 5, 2024
Google search engine
HomeHeadlinesલુણાવાડામાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ – 10 ના ગુજરાતી માધ્યમનું અંગ્રેજીનું...

લુણાવાડામાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ – 10 ના ગુજરાતી માધ્યમનું અંગ્રેજીનું પેપર વોટ્સઅપ ઉપર વાઇરલ કરનાર ૩ આરોપીઓની ધરપકડ કરતી મહીસાગર પોલીસ

logo-newstok-272-150x53(1)

EDITORIAL DESK – DAHOD

       મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે તા.૨૪/૦૩/૨૦૧૭ ના રોજ ગુજરાતી મધ્યમનું અંગ્રેજીનું પેપર વોટ્સઅપ પર વાઇરલ થયા અંગેની મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ફરિયાદ આપવામાં આવેલ. જે અંગે લુણાવાડા પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૩૪/૨૦૧૭ ઇ.પી.કો. કલામ ૩૭૯, ૧૨૦બી, ૨૦૧, ૪૦૯, ૧૧૪ તથા આઈ.ટી.એક્ટ.કલમ ૬૬(ઇ), ૭૨ મુજબનો ગુન્હો દાખલ અને આગળની તપાસ એલ.સી.બી. મહીસાગર-લુણાવાડાનાઓને સોપેલ.

       જિલ્લા પોલીસ વડા. ડો.એમ.કે.નાયક દ્વારા ગુનહાનિ ગંભીરતા જોતાં આ ગુન્હાની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય તે હેતુ સારુ (એસ.આઈ.ટી.) સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવેલ જેમાં એમ.જી.પાટિલ ASP મદદનીશ પોલીસ અધિક્ષક લુણાવાડા, સી.સી.ખટાણા પોલીસ ઈન્સ્પેકટર, એ.જે.અસારી પો.સ.ઇ. એલ.સી.બી., વી.આર.ડાગર, પો.સ.ઇ. એલ.આઈ.બી., વી.એસ. ચંપાવત પો.સ.ઇ. પેરોલ ફર્લો તેમજ સ્ટાફનો સમાવેશ કરવામાં આવેલ હતો. આ અલગ અલગ ટીમો દ્વારા આ ગુન્હાની પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન મુજબ પ્રથમ તપાસ હાથ ધરવામાં આવેલ જેના ભાગ રૂપે ટીમે અત્યાર સુધીમાં ૬૦ થી ૭૦ માણસોની પુછપરછ કરવામાં આવી જેમાંથી ૩૦ ના મોબાઈલ કબ્જે કરવામાં આવેલ છે. અને એફ.એસ.એલ.માં મોકલવામાં આવેલ છે. ગુન્હામાં વપરાયેલ લેપટોપ કબ્જે કરવામાં આવેલ છે. તથા સી.સી.ટી.વી. ફૂટેજ તથા કોલ ડીટેલ અને મોબાઈલ ડેટા સાયબર એક્સપર્ટની મદદ લઈ ચકાસ્યા અને પુરાવાઓ ભેગા કરેલ હતા.

      PERSONA PLUZચોક્કસ માહિતી આધારે આ ગુન્હાના આરોપીઓ (૧) હિતેન્દ્ર ઉર્ફે હિતેશ મંગલભાઈ પ્રજાપતિ રહે. ગેગડીયા તા. લુણાવાડા, એચએએલ રહે. પીપલોદ, તા.લીમખેડા, જી.દાહોદ. (૨) હર્ષદ રમણભાઈ પ્રજાપતિ (૩) રમન ધુળા પ્રજાપતિ બંને રહે. અષ્ટ વિનાયક સોસાયટી, ઝાલોદ, જી.દાહોદ નાઓને આજ રોજ તા.૧૮/૦૪/૨૦૧૭ કલાકે ૧૩:૩૦ વાગે અટક કરેલ છે. અને આગળની તપાસ હાલમાં ચાલુ છે. ઉપરોક્ત આરોપીઓ પૈકી આરોપી નં. ૧ પનીય પ્રાથમિક શાળાના શિક્ષક હોય અને તેઓની ફરજ સરકારી પતિનિધિ તરીકે દાહોદ ઝોનમાં પરીક્ષા લક્ષી સાહિત્ય પરીક્ષા કેન્દ્રમાં લઈ જવાની હતી તેમજ આરોપી નં ૨ કે જેઓના પિતરાઇ ભાઈ થાય છે અને આરોપી નં. ૩ જે આરોપી નં.૩ના પિતા થાય છે. અને મુનખોસલા પ્રાથમિક શાળામાં ક્લાર્કની ફરજ બજાવે છે. ઉપરોક્ત ત્રણેય આઓપીઓ ભેગા મળી અન્ય આરોપીઓની મદદગારી થી ગુન્હાહિત કાવતરું રચી આ ગુન્હાને અંજામ આપેલ જે અંગેની વધુ તપાસ ટીમ દ્વારા હાલમાં ચાલુ છે. ગુન્હાના કામે કુલ ૩૦ મોબાઈલ, ૧ લેપટોપ વિગેરે કબ્જે લેવામાં આવેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments