લોકડાઉન દરમિયાન કોઇ સક્ષમ અધિકારીની મંજુરી કે પાસ પરમીટ વગર એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પ્રાઇવેટ ગાડી લઇ મુસાફરી કરી જાહેરનામાનો ભંગ કરવા બદલ ઇ.પી.કો કલમ ૧૮૮, ૨૬૯, ૨૭૦ તથા ધી એપિડેમીક એકટ ૧૮૯૭ની કલમ – ૩ મુજબનો ગુનો દાખલ કરતી દાહોદ ટાઉન પોલીસ
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરનાઓની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક કલ્પેશ ચાવડાના માર્ગદર્શન હેઠળ દાહોદમાં કોરોના વાયરસ સંક્રમણના નિવારણ માટે સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરેલ હોય દાહોદ શહેરમાં પણ લોકડાઉન હોય અને કોરોના વાયરસ અનુસંધાને કોઈપણ વ્યક્તિ પ્રાઇવેટ ગાડી લઇ સક્ષમ અધિકારીની મંજૂરી કે પાસ પરમીટ વગર એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં મુસાફરી તેમજ પરિવહન કરવા બાબતે જિલ્લા મેજિસ્ટ્રેટ દાહોદનાઓનું જાહેરનામું અમલમાં હોવા છતાં દાહોદના કડીયાવાડ વિસ્તારમાં મુફદ્દલ કોમ્પલેક્ષમાં રહેતા અલીઅસગર હુસેનીભાઈ ગરબાડાવાલનાઓ, તેમની પત્ની શીરીનબેન તથા તેમની દીકરી ઇન્સીયા ઉં.વ. – ૪ નાનીને લઈ ઉમરેઠ થામણા ગામ જિલ્લા આણંદમાંથી પ્રાઇવેટ વેન્ટો ગાડી નંબર GJ-01 RV-1501 લઈ ડ્રાઇવર જયપાલ અંબાલાલ ભોઈનાઓ સાથે ગઈ તા.૧૭/૦૫/૨૦૨૦ ના રોજ વહેલી સવારના ૦૫:૦૦ વાગ્યે સક્ષમ અધિકારીના મંજૂરી કે પાસ પરમીટ વગર દાહોદ લઈ આવેલ હોય જેથી સદર ત્રણેય ઇસમોને દાહોદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડેલ જાહેરનામાનો ભંગ કરેલ હોય તેમની વિરુદ્ધમાં દાહોદ ટાઉન પો.સ્ટે. પાર્ટ બી ૧૧૮૨૧૦૧૧૨૦૧૨૭૨/૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૧૮૮, ૨૬૯, ૨૭૦ તથા ધી એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ની કલમ-૩ મુજબ દાહોદ ટાઉન P. I. વસંત પટેલ દ્વારા ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે