લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી (MCMC) અંતર્ગત ટીવી ચેનલ મોનિટરિંગ માટે નિમણુક પામેલ કર્મચારીઓનો તાલીમ વર્ગ જિલ્લા માહિતી કચેરી દાહોદ ખાતે યોજાયો હતી. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ જિલ્લા માહિતી કચેરી દાહોદ ખાતે મીડિયા નોડલ અધિકારી એસ.જે.બળેવીયા દ્વારા કર્મચારીઓને જિલ્લામાં કાર્યરત સ્થાનિક સમાચાર ચેનલોમાં પ્રસારિત થતા પેઈડ ન્યૂઝ, પેઈડ જાહેરાત, આદર્શ આચાર સંહિતા ભંગ કરતાં સમાચારો સહિત સંદર્ભે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે જિલ્લા કક્ષાએ MCMC કમિટી સહિત વિવિધ પ્રકારની કમિટીઓની રચના કરવામાં આવે છે. MCMC કમિટી સમાચાર માધ્યમોમાં પ્રસિધ્ધ થતાં પેઇડ ન્યુઝ મોનિટરીંગ કરવાની કામગીરી કરે છે. આ તાલીમ વર્ગનું સંચાલન એસ.જે.બળેવીયાએ કર્યુ હતુ.
આ તાલીમ વર્ગમાં ટીવી ચેનલ મોનિટરિંગ માટે નિમણુક પામેલા કર્મચારીઓ અને દાહોદ જિલ્લા માહિતી કચેરીના અધિકારી-કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ : MCMC અંતર્ગત ટીવી ચેનલ મોનિટરિંગ કામગીરીની માહિતી અને માર્ગદર્શન માટેનો તાલીમ વર્ગ યોજાયો
RELATED ARTICLES