લોકોમાં અને બાળકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સતત પ્રયત્નશીલ છે.
દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના હેઠળ દાહોદ જિલ્લામાં“મત આપશે દાહોદ ઝુંબેશ” ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મતદાન અંગે જાગૃતિ માટે દાહોદ જિલ્લાની વિવિધ શાળાઓમાં પણ વિવિધ પ્રવૃતિઓ થઈ રહી છે જે પૈકી દેવગઢબારિયા I.T.I. ૧૦૦ થી વધુ જેટલા તાલીમાર્થી ઓએ મતદાતાઓમાં ચૂંટણી વખતે મતદાન વિશે જાગૃતિ મતદાન જાગૃતિ અભિયાન (SVEEP) કાર્યક્રમ અંતર્ગત ૧૮ વર્ષ પૂર્ણ કરેલા યુવાનો તેમનું નામ મતદારયાદીમાં નોંધાવે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે અંગે જાગૃતિ કેળવવા આજની યુવા પેઢી ટેકનોલોજી સાથે જોડાયેલી છે ત્યારે ટેકનોલોજીના માધ્યમનો ઉપયોગ કરીને મતદાર યાદીમાં નામ નોંધાવાથી લઈને સુધારા વધારા પણ ઘરે બેઠાં આંગળીના ટેરવે ઓનલાઇન પોર્ટલ, વોટર એપ સહિતની ભારતીય ચૂંટણી પંચની જુદી જુદી એપ્લિકેશનના માધ્યમથી કઈ રીતે કરી શકાય તે અંગે યુવાઓને માર્ગદર્શિત કરાયા હતા.
આ કાર્યક્રમમાં અંતે સૌએ મતદાનનો સંકલ્પ “આવો, મતદાન નો સંકલ્પ લઈએ” હેઠળ જગ્યા પર ઉભા થઈ સંકલ્પ લીધો હતો. ૧૦૦ થી વધુ તાલીમાર્થીઓ તથા સ્ટાફ હાજર રહ્યા હતા.