PIYUSH GAJJAR -VIRAMGAM
વિરમગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રની વઘુ એક ઘોર બેદરકારી, હોસ્પિટલમાં નર્સે દર્દી ને બાટલો હાથમાં પકડાઈ દીઘો.
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના મુખ્ય મથક વિરમગામ શહેરમાં આવેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી અપૂરતા ડોક્ટરો સહિતના સ્ટાફની અને સેવા સેતુ અંતર્ગત ડોક્ટરોની લાલિયાવાડીને લઇને વિરમગામ યુવા શક્તિ ગૃપ અને સામાજીક કાર્યકર બળંવત ઠાકોર એ અનેકવાર ઉચ્ચકક્ષાએ લેખિત મૌખિકમાં રજુઆત કરી હતી.ત્યારે ગઇકાલેજ અમદાવાદ વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અઘિકારી એસ.કે.મકવાણા એ વિરમગામ સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીઘી હતી.ત્યારે હોસ્પિટલની અંદર જ પાણીના ટાંકી અને પાસેની ગંદકી ને લઇને સુપ્રિટેન્ડેન્ટ સહિત ના ડોકટરોનો ઉઘડો લીઘો હતો.તેમજ વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અઘિકારીએ સમગ્ર હોસ્પિટલમાં દરેક વોર્ડ નુ નિરીક્ષણ કર્યું હતું.વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્રમા વર્ષોથી અપૂરતા ડોક્ટર અને નર્સોના સ્ટાફ અને ડોક્ટરોની સમયસર હાજર ન રહેતા છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં રામભરોસે ચાલી રહી છે. હજુ તો વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અઘિકારીએ ગઇકાલે જ વિરમગામ સામુહિક કેન્દ્રની મુલાકાત લઇ હોસ્પિટલને લઇને છતી બેદરકારીને લઇને ડોક્ટરો સહિતના સ્ટાફ ને ખવડાવ્યા હતા.તેવામાં આરોગ્ય અઘિકારીની કોઇ નર્સો કે ડોક્ટરો સૂચનાનું હોસ્પિટલ પાલન ન કરીને નિયમોની ઐસીતૈસી ચલાવતાં હોસ્પીટલમાં એક દર્દીને નર્સ દ્વારા બાટલો પકડાવી દીઘો હતો. જે કામ નર્સોએ કરવાનું હોય તે કામ દર્દીઓ ના સગાએ દવાનો બોટલ લઈને જનરલ વોર્ડમાં મોકલી દીઘો હતો. ત્યારે ઉચ્ચ આરોગ્ય અઘિકારીની શિખામણ પણ આ હોસ્પિટલનો સ્ટાફ ન ગણકારી આપ ખુદ શાહી વર્તન કરતાં નજરે પડ્યા છે. ઉલ્લેખનીય છે કે વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર પાછળની દિવસે ને દિવસે વધતી બેદરકારી પાછળ જવાબદાર કોણ છે? આ હોસ્પિટલના અઘિકારીઓને કોણ છાવરી રહ્યું છે? અપૂરતાં ડોક્ટરો પૂરતો સમય ન આપતા ડોક્ટરો અને હોસ્પિટલની બેદરકારી શહેરની અન્ય ખાનગી હોસ્પિટલમાં ક્યાંકને ક્યાંક આર્થીક ફાયદો કરાવતો જ હશે. આવી લોકોના મોઢે ચર્ચાનો વિષય બની ગયું છે. શુ તત્ર આ બાબતે કોઈ પગલાં ભરશે ખરી?