આજે તા.૧૦/૦૭/૨૦૨૨ ને રવિવારના રોજ દાહોદ તાલુકા ની ઉચવાણીયા જિલ્લા પંચાયત સીટમાં ગુજરાત સરકારની વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ સવારે ઉચવાણીયા અને સાંજે લીમડાબરા ગામે મુખ્ય પ્રાથમિક શાળામાં યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત સભ્ય રમીલાબેન ભાભોર, જિલ્લા પંચાયતના માજી કારોબારી અધ્યક્ષ રમણભાઈ ભાભોર દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લબાના, ભાજપના વિસ્તારના આગેવાન સુરેન્દ્રભાઇ બાકલીયા, તાલુકા પંચાયત સભ્યો, સરપંચો, ડેપ્યુટી સરપંચો ગામના આ વિસ્તારના આગેવાનો હાજર રહ્યા. વંદે ગુજરાત રથ દ્વારા ૨૦ વર્ષની ગુજરાત સરકારની ગાથા વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા અને લાભાર્થીઓને અલગ અલગ યોજનાઓના લાભ આપવામાં આવ્યા.
વંદે ગુજરાત વિકાસ યાત્રાના કાર્યક્રમો દાહોદ તાલુકાના ઉચવાણીયા અને લીમડાબરા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં યોજાયા
RELATED ARTICLES