“એવું કહેવાય કે જો આપ એક વાર રક્તદાન કરો છો તો આપ ત્રણ જિંદગી બચાવી શકો છો તો અવશ્ય રક્તદાન કરવું જોઈએ રક્તદાન મહાદાન છે.”
શહીદ દિવસ નિમિત્તે સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ દાહોદ તથા ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દાહોદ ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ઝાયડસ બ્લડ બેન્ક ખાતે કરવામાં આવ્યું હતું
શહીદ દિવસ નિમિત્તે મહા રક્તદાન કેમ્પ તા.૨૩/૩/૨૦૨૫ રવિવાર સવાર ૯-૦૦ કલાકે ઝાયડસ હોસ્પિટલ, દાહોદ મુકામે રાખેલ હતું તો સર્વે હરિભક્તો તથા જાહેર જનતાને આ સેવાકાર્યમાં સહભાગી થવા સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ દાહોદ દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી હતી. બ્લડ ડોનેશન ના કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. બ્લડ બેન્કના સ્ટાફ દ્વારા બ્લડ ડોનેટ કરવા આવતા વ્યક્તિઓની માહિતી મેળવી મેડિકલ ચેકઅપ કર્યા બાદ તેઓને બ્લડ ડોનેશન કરવા માટે પરમિશન આપવામાં આવતી હતી. બ્લડ ડોનેટ કર્યા બાદ ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા એનર્જી માટે કોફી, બિસ્કિટ તથા જ્યુસ આપવામા આવ્યા હતા. ત્યારબાદ સર્ટિફિકેટ તથા પ્રોત્સાહન સ્વરૂપે ગિફ્ટ આર્ટીકલ આપવામાં આવ્યુ હતું તથા સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ દ્વારા પણ સર્ટિફિકેટ આપવામાં આવતું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં આશરે 30 જેટલા બ્લડ યુનિટ એકઠા થયા હતા.
આ કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ, પિંકલ નગરાળાવાળા, વડતાલ ધામ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્ત વિશાંક નગરાળાવાળા, વિજય ભગત તથા ઝાયડસ હોસ્પિટલના જીગરભાઈ અને ઝાયડસ બ્લડબેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.