દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન માટે થઈને વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. વડાપ્રધાનશ્રીના કાર્યક્રમની તૈયારીમાં કોઈપણ પ્રકારની કચાશ રહી ન જાયએ માટે કમિટી મેમ્બર્સ દ્વારા પુરી તકેદારી રાખવામાં આવી રહી છે. પ્રભારી સચિવ રાજકુમાર બેનિવાલએ સભાસ્થળની મુલાકાત લીધી હતી.
પ્રભારી સચિવ રાજકુમાર બેનિવાલએ કાર્યક્રમની તૈયારીમાં અને કાર્યક્રમમાં આવનાર લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે નહીં તેમજ વરસાદી વાતાવરણને ધ્યાને રાખીને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ દરમ્યાન કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્રસિંહ મિણા, નિવાસી અધિક કલેકટર જે.એમ. રાવલ સહિત પ્રાંત અધિકારીઓ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.