લટાર મારવા નીકળેલ બાઇક ચાલકોની પોલીસ સ્ટાફ દ્વારા 20 જેટલી બાઇકો ડિટેઇન કરાઇ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે ૨૧ દિવસ માટે દેશમાં લોક ડાઉનની જાહેરાત કરતાં જ લોકોમાં દોડધામ મચી ગઇ હતી. ૨૧ દિવસ સુધી લોકડાઉનમાં પેટ્રોલ ડિઝલ પંપો બંધ રહેવાની અફવાએ જોર પકડતાં સંજેલી તાલુકામાં પેટ્રોલ ડીઝલ પંપ પર વાહનોને લાઇનો લાગી ગઇ હતી. સંજેલી ખાતે આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડિઝલ પુરાવવા ટુ વ્હીલર, ફોર વ્હીલર જેવા નાના મોટા વાહનો ચાલકો તેમજ ખેતરોમાં પાણી મૂકવા માટે ખેડૂતો પણ ડબલા લઇને લાઇનમાં લાગી ગયા હતા. ત્યારે પેટ્રોલ પંપ પર લોકોને જાગૃતતા માટે બોર્ડ મૂકવામાં આવે તે જરૂરી છે. ગુજરાત સહિત દરેક રાજ્યોમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ સખત અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં સંજેલી P.S.I. ડી.જે. પટેલ. અને સ્ટાફ દ્વારા તાલુકામાં લટાર મારવા નીકળેલા ૨૦ જેટલા બાઇકોને ડિટેઇન કરવામાં આવ્યા છે. ગામમાં જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ સિવાય ગામ લોકોનો વહીવટી તંત્રને પુરતો સપોટ મળી રહ્યો છે.