Friday, November 22, 2024
Google search engine
HomeDahod - દાહોદ"વડાપ્રધાન આદિ આદર્શ ગ્રામ યોજના" અંતર્ગત સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક...

“વડાપ્રધાન આદિ આદર્શ ગ્રામ યોજના” અંતર્ગત સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ

ગ્રામ્ય વિસ્તારો માટે ૧૭૬૨ વિકાસ કાર્યો માટે રૂ. ૭૧.૧૨ કરોડની ફાળવણીને વહીવટી મંજૂરી

દાહોદ જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે “વડાપ્રધાન આદિ આદર્શ ગ્રામ યોજના” અંતર્ગત સમીક્ષા બેઠક સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં યોજાઇ હતી. બેઠકમાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, મહેન્દ્ર ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલા ઉપસ્થિત રહ્યાં હતા.
જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોરે છેવાડાના ગામડા સુધી પણ સમાનપણે વિકાસકાર્યો પહોંચાડવા જણાવ્યું હતું. “વડાપ્રધાન આદિ આદર્શ ગ્રામ યોજના” અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ૩૦૫૫ વિકાસ કાર્યો માટે રૂ. ૧૦૧.૮૪ કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાંથી આજ દિન સુધીમાં ૧૭૬૨ વિકાસ કાર્યો માટે રૂ. ૭૧.૧૨ કરોડની ફાળવણી જુદા જુદા પ્રોજેક્ટ અંતર્ગત વહીવટી મંજૂરી મળી છે. જયારે ૧૨૯૩ વિકાસ કાર્યો માટે રૂ. ૩૦.૮૨ કરોડની વહીવટી મંજૂરી આપવાની બાકી છે. સાંસદ જશવંતસિંહ એ જુદા જુદા પ્રોજેક્ટ અંતર્ગતના વિકાસ કાર્યો ઝડપથી પ્રારંભ કરવા માટે જણાવ્યું હતું.

આ યોજના અંતર્ગત આદર્શ આદિ ગ્રામ બનાવવા માટે અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારોને પણ વિકાસની સમાન તક પ્રાપ્ત થાય એ માટેનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત ગામ દીઠ રૂ. ૨૦.૩૯ લાખ ફાળવવામાં આવશે. આ યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ ઇન્ડીવિઝયુઅલ અને કોમ્યુનિટી સ્કીમને પહોંચતી કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.

બેઠકમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, તાલુકા વિકાસ અધિકારીઓ, તાલુકા પંચાયત પ્રમુખો, જનપ્રતિનિધિઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments