જિલ્લા કલેકટર સહિત અન્ય અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી
દાહોદ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વર્ચ્યુઅલ અધ્યક્ષ સ્થાને વિડિઓ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન નિમિત્તે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં રહી છે. દાહોદ જિલ્લા સેવા સદન ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમની તૈયારી માટે વિડિઓ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં અન્ય જિલ્લાઓ સહિત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ ચર્ચા કરવા સહિત માર્ગદર્શન આપ્યું હતું.
દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્દહસ્તે વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ભુમી પૂજન કરવામાં આવશે. જે સંદર્ભે આ વિડિઓ કોન્ફરન્સ દરમ્યાન સમીક્ષા કરવામાં આવી હતી. વિડિઓ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ કલેકટર યોગેશ નિરગુડે સહિત અન્ય અધિકારીઓ દ્વારા કાર્યક્રમ સ્થળની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં કલેકટર યોગેશ નિરગૂડેએ જરૂરી સૂચનો કરવા સહિત માર્ગદર્શન આપ્યું હતું.
આ દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીણા, નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ, પ્રાંત અધિકારીઓ, નગરપાલિકા ચીફ ઓફિસર સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.