THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લામાં આજે તા.૨૩/૦૬/૨૦૨૦ ને મંગળવારના રોજ કોરોના પોઝીટીવનો ૦૧ કેસ બરોડાથી સામે આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં ખળભળાટ મચતા દોડધામ મચી જવા પામી છે.
આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ ૭૫ ના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા તેના આજે તા.૨૩/૦૬/૨૦૨૦ ને મંગળવારના રોજ બધાના સેમ્પલ આવ્યા જે દરેકના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્યની તે હાશકારો અનુભવ્યો હતો, પરંતુ દાહોદના ગોવિંદ નગરના જનકપુરી સોસાયટીના રહે. જયકિશન મનસુખલાલ દેવડા ઉ.વ. – ૬૮ વર્ષના ગત રોજ વડોદરા મુકામે હર્નિયાનું ઓપરેશન કરાવવા ગયા હતા ત્યાં તેમનો કોરોનાનો રિપોર્ટ કરાવતા તેઓ આજ રોજ પોઝીટીવ આવતા તેઓ દાહોદ પરત આવતા તેઓને ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. જ્યારે આ ભાઈ કોના કોના સંપર્કમાં આવ્યા છે તેની તપાસમાં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ જોતરાઈ ગઈ છે. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવાનું વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.
THIS NEWS POWERED BY –– PHONE WALE
દાહોદમાં અત્યાર સુધીમાં આજના ૦૧ કોરોના પોઝીટીવ સાથે કુલ ૪૭ કેસ નોંધાઈ ચૂક્યાં છે જેમાંથી કુલ ૪૨ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે જેથી કુલ એક્ટિવ કેસની સંખ્યા ૦૫ થઈ ગઈ છે.