NILKANTH VASUKIYA – VIRAMGAM
વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલના સંયુક્ત ઉપક્રમે વિશ્વ જનસ્થિરતા પખવાડીયાની ઉજવણી અંતર્ગત સચાણા ખાતે ગૂરુ શિબરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, તાલુકા સુપરવાઇઝર કે.એમ.મકવાણા, ગૌરીબેન મકવાણા, નીલકંઠ વાસુકીયા, જયેશ પાવરા સહિત આશા બહેનોએ જહેમત ઉઠાવી હતી.
તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, વિશ્વ જનસ્થિરતા પખવાડિયા માટે “નવી લહેર નવો વિશ્વાસ સંપુર્ણ જવાબદારીથી પરીવારનો વિકાસ” સુત્ર આપવામાં આવ્યુ છે. હાલના સંજોગોમાં દરેક બાળકને ગુણવત્તા સભર જીવન પુરૂ પાડવા માટે નાણાંકીય તથા પારિવારિક સમયબધ્ધ આયોજન ખુબ જ જરૂરી છે. બાળકનો ઉત્તમ ઉછેર માતા પિતાની કાળજી ભરી માવજત માંગી લે છે. જેથી દરેક દંપતિએ પોતાના બાળકના વિકાસ તથા ઉજ્જવળ ભવિષ્ય માટે સમયબધ્ધ આયોજન કરવું ખુબ જ જરૂરી બને છે. વસ્તી નિયંત્રણએ હાલના સંજોગોમાં તાતી જરૂરીયાત છે. વધતિ જતી વસ્તીને નિયંત્રણમાં રાખવા માટે દરેક લક્ષીત દંપતિ કુટુંબ નિયોજન આપનાવે તે ખુબ જ જરૂર છે. કુટુંબ નિયોજન માટેની તમામ સુવિધાઓ વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા અર્બન હેલ્થ સેન્ટરોમાં ઉપલબ્ધ છે. વિરમગામ તાલુકામાં લક્ષીત દંપતીઓને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા કુટુંબ નિયોજન માટે સતત સમજાવવામાં આવી રહ્યા છે.