Pritesh Panchal – Limdi
ઝાલોદ તાલુકાના વરોડ ગામે કૌટુંબિક ભાઈ દ્વારા તમે ભગત થઇ ગયા તેમ કહી ઝઘડો કરી પથ્થરો મારતા મંદિરમાં રાખેલ મૂર્તિનો હાથ ખંડિત થતા ભારે તંગદીલી થવા પામેલ. વરોડ ગામના મહેશ રતના પ્રજાપતિ ગામમાં અને ઘર આગળ આવેલ ચહેર માતાના મંદિરમાં સેવાપૂજા કરે છે. ગઈકાલે બપોરના 2.00 વાગ્યાના અરસામાં ગામમાં જ રહેતા પોતાનો કૌટુંબિક ભાઈ ઈશ્વર ચુનીલાલ પ્રજાપતિ અને તેનો મિત્ર રાજુ હીરા ડામોર બંને જણાએ ધાકધમકી આપેલ જયારે રાજુ હીરા ડામોર મહેશભાઈ સેવાપૂજા કરી પરત ફરતા હતા ત્યારે રસ્તામાં રોકી માં બહેન સમાણી ગાળો બોલી અને પથ્થર મારો કર્યો હતો.
તેવામાં તેમના ઘર આગળ આવેલ ચહેર માતાના મંદિર માં રાખેલ અંબામાતાની મૂર્તિને પથ્થરો વાગતા અંબેમાતાની મૂર્તિનો એક હાથ તુટી ગયો હતો તેમજ મહેશભાઈના દાદીને પણ ગડદાપાટું માર મારેલ તથા ઈશ્વર પ્રજાપતિ અને રાજુ ડામોરે ઈશ્વરભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતા મહેશભાઈ લીમડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા લીમડી પી.એસ.આઈ. ઢોડિયાએ ઈશ્વર પ્રજાપતિ અને રાજુ ડામોર વિરુદ્ધ I ૩૧/૧૬ IPC કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૨૯૫, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી ગંભીરતા દાખવી બનાવ સ્થળે SRP તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી હતો