THIS NEWS IS APONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદમાં વસંત મસાલા પ્રા.લી ના સૌજન્યથી ડો.મમતાબેન મુકેશભાઈ નગાવત ઝાલોદ દ્વારા વિકલાંગ સ્કુલના વિદ્યાર્થીઓને એક્યુપ્રેશરની રીત સમજાવવામાં આવી હતી તથા ફ્રી માં એક્યુપ્રેશરના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતુ, સાથે સાથે બ્રમ્હાકુમારી વિશ્વ વિદ્યાલય ઝાલોદ શાખામાં થી બહેનશ્રી કુસુમબેન દ્વારા વિકલાંગ વિદ્યાર્થીઓ સાથે રક્ષાબંધનનો પ્રોગ્રામ ઉજવવામાં આવ્યો હતો અને રાજયોગ મેડિટેશન દ્વારા ક્રોધ જેવા વિકારોને દૂર કરી જીવનને સુખમય બનાવી શકાય છે તેની સમજ આપવામાં આવી હતી સાથે સાથે વિકલાંગ વિદ્યાર્થીઓ કે જેઓએ અગાઉ ક્યારેય કોઈ ફેક્ટરી વિઝીટ કરેલ ના હોય તેથી તેમને વસંત મસાલા પ્રા લી (Spices) નો પ્લાન્ટ વિઝીટ કરાવવામાં વિડિયો આવ્યો તથા આધુનિક પ્રોસેસ ઓટોમેટિક પ્લાન્ટ માં હાઈજેનિકન ક્વોલિટીનું ઉત્પાદન પ્રકિયા કેવી રીતે કરવામાં આવે છે તેની સમજ આપી એક નવો અનુભવ કરાવામાં આવ્યો હતો.
THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS
વધુમાં લાયન્સ ક્લબ ઝાલોદ દ્વારા વસંત મસાલા પ્રા. લિ. માં 300 જેટલા ગરીબ પરિવારોને તેલ અને ચોખાની કીટ બનાવી મફતમાં વિતરણ કરવામાં આવી હતી. વસંત મસાલા પરિવાર અને લાયન્સ ક્લબ ઝાલોદ દ્વારા સામાજિક અને માનવ સેવા પ્રવૃત્તિના કાર્યો અવાર નવાર કરવામાં આવે છે તે ખૂબ પ્રસંશનીય છે. આ કાર્યક્રમમાં વસંત મસાલા પ્રા. લિ. ના ઓમપ્રકાશ ભંડારી, લાયન્સ ક્લબના પ્રમુખ લા. સંદીપ અગ્રવાલ તથા સભ્ય લા. ડો. ચિંતન અગ્રવાલ, ડો. મામતાબેન નગાવત, બ્રહ્મા કુમારી થી પધારેલ કુસુમબેન તથા ઝાલોદ નગરના અગ્રણીઓ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.