Pritesh Panchal – Limdi
ઝાલોદ તાલુકાનુ સૌથી મોટુ વેપારી મથક લીમડી નગરમા પણ સમાન સમસ્યા એટલે ટ્રાફિક સમસ્યા વારંવાર જીલ્લા પોલીસ વડા દ્વારા યોજવામા આવતા લોક દરબાર મા ધણી ખરી વાર ઉગ્ર રજૂઆત કરાઈ પંરતુ જાણે અમલવારી માત્ર લોક દરબાર પુરતી કાગળ ઉપર રેહવા પામે છે સુરક્ષા સેતુ અંતર્ગત લોક ફાળે લીમડી સર્કલ ઉપર સીસીટીવી કેમેરા પણ મુકવામા આવ્યા છે જે પોલીસ મથકે બેઠલ અધિકારીઓ જોઇ શકાય તેમ છતાંય નગરમા ઝાલોદ થી દાહોદ અને ગોધરા રોડ પર કલાકો સુધી ટ્રાફિક જામ જોવા મળે છે આમ તો જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ અથવા વીવીઆઈપી નીકળવાના હોય ત્યારે પોલીસ દ્વારા એડીચોટીનુ જોર લગાવી જાણે સબ સલામત હોવાનુ જોવાડે છે તો પછી આમ દિવસોમા કેમ ટ્રાફિક સમસ્યા હલ નથી થતી લીમડી સર્કલ, દાહોદ રોડ તથા ગોધરા રોડ ઉપર પોલીસ પોઇન્ટ પણ ફાળવામા આવેલ છે પંરતુ ટ્રાફિક જામ થાય ત્યારે એક પણ ફરજ ઉપરના પોલીસ માણસો નથી જોવાતા આ ટ્રાફિક જામમા ધણી ખરી વાર એમ્બ્યુલન્સ પણ ફસાઈ છે ત્યારે શુ આ રોડ ઉપરથી પસાર થતા ઉચ્ચ અધિકારીઓને નગરની ટ્રાફિક સમસ્યા નથી જોવાતી કે પછી જાણી જોઈને આખ આડા કાન રાખવામા આવે છે ત્યારે પેલી કહેવત સાચી થતી જોવા મળે છે કે પોલીસ મસ્ત પ્રજા ત્રસ્ત. શુ નગરની ટ્રાફિક સમસ્યા કયારે હલ થશે ? તેવા હાલ સવાલો ટોક ઓફ ધી ટાઉન બન્યા છે કે લોક દરબાર ખાલી ખાનાપુર્તીઓ માટે યોજવામા આવે છે ? શુ નગર ની પણ માથાના દુખાવા સમાન બનેલી આ સમસ્યા કયારે દુર થશે તેવી ચર્ચાઓ લોકોમાં થઇ રહી છે.