Thursday, October 31, 2024
Google search engine
HomeUncategorizedવાળ ખાવાની ટેવ ધરાવતી 15 વર્ષની તરુણીના પેટમાંથી ૯૦ cm લાંબી વાળની...

વાળ ખાવાની ટેવ ધરાવતી 15 વર્ષની તરુણીના પેટમાંથી ૯૦ cm લાંબી વાળની ગાંઠ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ઓપરેશન કરી કાઢવામાં આવી

દાહોદ જિલ્લાના એક અંતરિયાળ વિસ્તારમાં રહેતી એક 15 વર્ષની તરુણીને પેટમાં દુખાવાની તકલીફ લાંબા સમયથી રહેતી હતી. દર્દીના માતા પિતાએ ઝાયડસ હોસ્પિટલમાં બતાવવા બતાવતા હોસ્પિટલમાં તેના બધા રિપોર્ટ કરાવતા માલુમ પડ્યું કે દર્દીને પેટમાં વાળની ગાંઠ છે. તરુણીને લાંબા સમયથી પોતાના વાળ ખાવાની ટેવ હતી, જેનાથી તેના માતા પિતા અજાણ હતા. આ દર્દીનું ઓપરેશન કરતા તેના જઠર માંથી વાળાનો ગુચ્છો મળી આવ્યો, જે છેક નાના આંતરડા સુધી લંબાયેલો હતો. આ વાળના ગુચ્છાની લંબાઈ ૯૦ cm અને વજન ૧.૫ Kg. હતું ભારે જહેમત બાદ ડોક્ટરોએ સફળતાપૂર્વક ઓપરેશન કરીને આ આખા વાળના ગુચ્છાને બહાર કાઢવામાં આવ્યો. આ ઓપરેશન પછી હાલમાં દર્દીની હાલત સ્થિર છે અને દર્દીનું મનોચિકિત્સક દ્વારા કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું છે.

આ ઓપરેશનમાં સર્જીકલ વિભાગના ડો.મધુકર વાઘ, ડો.કમલેશભાઈ ગોહિલ, ડો.રાહુલ પરમાર, ડો.ઉર્મિલ લબાના, ડો.શિવાંગી ડાંગી તથા એનેસ્થેટીસ્ટ ડો.કરન કલવાનીનો સફળ ફાળો રહ્યો છે. તબીબો દ્વારા જણાવ્યા અનુસાર આ એક પ્રકારની માનસિક બીમારી છે, જે ભાગ્યે જ જોવા મળે છે. જેને મેડિકલ ભાષામાં ટ્રાઈકોફેઝિયા (Trichophagia) કહેવામાં આવે છે અને જે વાળની ગાંઠ બને તેને ટ્રાઈકોબેઝોર (Trichobezor) કહે છે. અને જો આ ગાંઠ આગળ નાના આંતરડા સુધી ફેલાય તો તેને રેપુંઝેલ સિન્ડ્રોમ (Rapuzel Sundrone) કહેવામાં આવે છે. જે જવેલ્લે જ જોવા મળે છે. જેનું સફળતાપૂર્વક ઓપરેશન ઝાયડસ હોસ્પિટલમાં કરવામાં આવ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments