વિકાસ સપ્તાહ અન્વયે દાહોદ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત નવજીવન આટર્સ કોલેજ ખાતે યુવા સંવાદ યોજાયા હતો જેમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
જિલ્લા રમત ગમત કચેરીના જિલ્લા યુવા વિકાસ અધિકારી જીગ્નેશ ડાભી એ જેમાં વિકાસ સપ્તાહ કાર્યક્રમ શું છે અને તેની ઉજવણી કયા સંદર્ભે કરવામાં આવી રહી છે તેમજ વિકાસ સપ્તાહ દરમિયાન આગળ કેવા કેવા કાર્યક્રમો કરવામાં આવશે તે અંગેની વિગતો આપી હતી. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું લક્ષ્ય સિદ્ધ કરવાની ગુજરાત સરકારની નેમ છે જેના સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં નવજીવન આટર્સ કોલેજના આચાર્ય ડો.બોડર, સિનિયર અધ્યાપક સંગાડા, એન.સી.સી અને એન.એસ.એસના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા