માં આધ્યશક્તિની આરાધનાના પાવન પર્વ આશો નવરાત્રીના સમાપન સાથે અસત્ય પર સત્યના વિજય અને ભગવાન શ્રીરામના રાવણ પર વિજયનો દિવસ એટલે વિજયાદશમીના શુભ પર્વની ભારતભરમાં ઉજવણી કરવામાં આવે છે અને અસત્યના પ્રતિકરૂપે રાવણનું દહન કરવાં આવે છે. વિજયાદશમી નિમિતે લોકો વાહનોની તેમજ શસ્ત્રોની પણ પૂજા કરે છે.
વિજયાદશમી નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાડા ખાતે રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગામના ઉત્સાહી યુવાનો પાછલા કેટલાક દિવસથી રાવણનું પૂતળું બનાવવાની તડામાર તૈયારીઓ કરતાં હતા અને આ યુવાનો દ્વારા આશરે પંદરથી વીસ ફુટ જેટલું ઊંચું રાવણનું પૂતળું બનાવવામાં આવ્યું હતું અને આજરોજ ઢળતી સાંજે સંધ્યાકાળે તળાવ કિનારે ડીજેના તાલે વાજતે ગાજતે અને આતશબાજીના ધૂમધડાકા સાથે રાવણ દહન કરવામાં આવ્યું હતું. આ રાવણ દહનનો કાર્યક્રમ જોવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. જે તસ્વીરોમાં નજરે પડે છે.