કેસર હોટલ વિરમગામ ખાતે આયોજિત વર્કશોપમાં અધિકારીઓ, કર્મચારીઓને વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું
અર્બન હેલ્થ સેન્ટર વિરમગામ દ્વારા આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અંતર્ગત ઓરીયન્ટેશન વર્કશોપ યોજાયો હતો. તા.17/02/2023ના રોજ કેસર હોટલ વિરમગામ ખાતે આયોજિત વર્કશોપમાં મેડિકલ ઓફિસર, આરબીએસકે મેડિકલ ઓફિસર, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ સુપરવાઈઝર, ફિમેલ હેલ્થ વર્કર, ફાઇનાન્સ આસીસ્ટન્ટ, આશા સહિતના અધિકારીઓ, કર્મચારીઓને અમદાવાદ જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પિયૂષ પટેલ, ક્વોલિટી એશ્યોરન્સ ઓફિસર ડો.સ્વામિ કાપડીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયાના મેડિકલ ઓફિસર ડો. સંગીતા પટણી, ડીયુપીસી ખુશ્બુ ચાવડા, જિલ્લા અર્બન પ્રોગ્રામ આસિસ્ટન્ટ કેયુર પટેલ દ્વારા વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આયુષ્યમાન ભારત અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે એન્ટીનેટલ, પોસ્ટનેટલ અને ડીલીવરી કેર, નિયોનેટલ અને ઈન્ફન્ટકેર, ચાઈલ્ડ (ઈમ્યુનાઈઝેશન) અને એડોલેશન કેર, ફેમીલી પ્લાનીંગ અને રીપ્રોડેક્ટીવ કેર, કોમ્યુનિકેબલ ડીસીઝ અને નેશનલ હેલ્થ પ્રોગ્રામ, ઓ.પી.ડી સીમ્પલ અને માયનોર ઈલનેસીસ, નોન કોમ્યુનીકેબલ ડીસીઝ કેર, એલ્ડરી એન પેલેટીવ કેર, ઓપ્થલમીક અને ઈ.એન.ટી કેર, ઓરલ કેર, મેન્ટલ હેલ્થ કેર, ઈમજન્સી ટ્રોમા અને બર્ન્સ કેર સહિત કુલ ૧૨ સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.