PIYUSH GAJJAR – VIRAMGAM
ગાંઘીના ગુજરાતમા દારૂબંઘીએ માત્ર કાગળ પર જ હોય તેમ દેખાઇ આવે છે. જી હા, વાત છે દારૂનુ ખુલ્લેઆમ વેચાણ થતુ હોય પણ ક્યાંય દારૂ પકડાયાના સમાચાર મળતા નથી. પરંતુ ઉપયુક્ત તસવીરએ વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલમાં કચરા પેટી પાસે દારૂની બોટલો જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણાં સમયથી વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલની બેદરકારી લઇને દર્દીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે ગાંઘી હોસ્પિટલના વહીવટી તંત્ર અને અઘિકારીઓને લઇને હોસ્પિટલમાં ભારે ચર્ચાઓમા રહી છે. વઘુ એક બેદરાકરી ગણો કે જે ગણો તે દારૂની ખાલી બોટલો નજરે પડે છે.
ગાંઘી હોસ્પિટલમાં અંદર જ કચરા પેટી પાસે ખુલ્લી જગ્યામાં દારૂ ની ખાલી બોટલો નજરે પડે છે. આ બાબતે એક પશ્ર્ન થાય કે શુ આ બોટલ દારૂ નો નશો કરનાર દારૂડીયા એ નાખી હશે કે પછી……….બાકી આ એક જગ્યા નહી વિરમગામ શહેરમાં આવી અનેક અવાવરુ જગ્યાઓએ આવી ખાલી દારૂ-બીયરની બોટલો નજરે પડે છે.અગાઉ પણ વિરમગામ તાલુકા સેવા સદન ખાતે પાછળ ખાલી કમ્પાઉન્ડ મા દારૂ-બીયર ની બોટલો મળી આવી હતી.
ઉલ્લેખનીય છે કે વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર એ જાહેર જગ્યા છે હવે અહિં સીસીટીવી જ નથી…