

વિરમગામ તાલુકાના ઓગણ ગામે ફુલોના ગરબાની વર્ષો જુની પરંપરા આજે પણ જળવી રાખી છે. આજે ચૈત્રી સુદ – ૭ના દિવસે ગામલોકોએ પોતાની રાખેલી માનતા (બાઘા) પ્રમાણે માનતા પૂરી થયા પછી ગામના પૌરાણિક બળીયા દેવના મંદિરે ભવ્ય શોભાયાત્રા સાથે આ વર્ષે ૧૨૫ ફૂલોના ગરબાની હારમાળાઓ નીકળી હતી, અને ત્યાં સમગ્ર ગામ લોકો એક સાથે ટાઢું ભોજન પ્રસાદ લેવામાં આવે છે. તેમજ સમગ્ર ઓગણ ગામ સહિત આજુ બાજુ ના ગામોનાં ભાવીકભક્તો અહીં આવે છે. અને એક મેળાવળો ભરાય છે.