PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કાજીપુરા ગામે આંગણવાડી કેન્દ્ર છેલ્લા 4 વર્ષ થી ભગવાન ભરોસે હોય તેમ લાગી રહ્યુ છે.
આ આંગણવાડી કેન્દ્રમાં 50 થી વઘુ બાળકો છેલ્લા 4 વર્ષ થી ત્રણે ઋતુનો સામનો કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આંગણવાડી કેન્દ્ર ની ઉપર છત જ નથી અને બાળકો ખરા તડકે ખુલ્લામાં ભોજન આરોગી રહ્યા છે ત્યારે આ બાબતે આંગણવાડી કેન્દ્રના કાર્યકરને પુછતા તેમણે જણાવ્યુ કે આ માટે અમે અવાર – નવાર રજુઆત કરી છતા તંત્ર દ્નારા કોઇ નક્કર પગલા ભરવામાં આવ્યા નથી. આટલો સમય વિતવા છતા કામ થયુ કેમ નહી?
જ્યારે રાજ્ય સરકાર બાળકોના ભવિષ્ય માટે અનેકવિધ યોજનાઓ માટે નિતનવા બણંગા ફુંકતી હોય છે. ત્યારે આવી કેટકેટલીય આંગણવાડીઓ રામભરોસે ચાલતી હશે. આનુ જવાબદાર કોણ?