Saturday, April 19, 2025
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામના નળકાંઠાના અને સાણંદના 35 થી વઘુ ગામોને નર્મદા નદીના સિંચાઈના પાણી...

વિરમગામના નળકાંઠાના અને સાણંદના 35 થી વઘુ ગામોને નર્મદા નદીના સિંચાઈના પાણી ન  મળતાં ખેડૂતો આકરા પાણીએ : સાણંદના ઉપરદલ ગામે ખેડુતોની વિશાળ સભા યોજાઇ

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

વિરમગામ અને સાણંદના નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ગયા વર્ષે અપૂરતા વરસાદથી હજારો હેક્ટરનો પાક પાક નિષ્ફળ ગયો છે, ત્યારે બીજી બાજુ નર્મદા કેનાલમાંથી  કે સબ કેનાલમાથી સિંચાઈનું પાણી ન મળતા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યાંરે બીજી બાજુ ખેડૂતો દ્વારા સ્થાનીક તંત્ર ને અવારનવાર લેખીત – મૌખિકમા રજુઆત કરવા માં આવી હોવા છતાં કોઇ નક્કર પગલાં ભરાતાં નથી ઉપરાંત નિષ્ફળ પાકનો વિમો મેળવવા તેમજ નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં 35 થી વધુ ગામો કાજીપુરા,  નાની થોરી, મોટી થોરી, થુલેટા, મોટી કિશોલ, શાહપુર, વેકરીયા, ઉપરદલ, ઝાંપ, અણીયારી, કેશવપુરા, ઝેઝરા, કાયલા, વસવેલીયા, મેણી, ઘરજી, કુમારખાણ સહિત 35 થી વઘુ ગામોને સિંચાઈના પાણી આપવાની ઉગ્ર માંગણી સાથે રવિવારના રોજ સાણંદના ઉપરદલ ગામમાં નળકાંઠા ખેડુત સેનાના પ્રમુખ અને ખેડુત આગેવાન રઘુભાઈ કો.પટેલની આગેવાની હેઠળ 35થી વધુ ગામના  500થી વધુ ખેડુતો એકઠા થયા હતા.

પંથકના ખેડુતોને નર્મદાના સિંચાઈના પાણી ન મળે તો આવનાર વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારની આપી ચીમકી.
આ સભામા આવનાર 14 ફેબ્રુઆરી ના રોજ 35 થી વધુ ગામના ખેડુતો એકઠા થઈને ગાંઘીનગર ખાતે રેલી યોજી મુખ્યમંત્રીને લેખીત અને મૌખિકમા રજુઆત કરવા માટે જનાર છે. જો નળકાંઠા સહિત 35 ગામોને નર્મદાના સિંચાઈના પાણી નહી  મળે તો આવનાર વિઘાનસભાની ચૂંટણીમાં મતદાનનો બહીષ્કાર કરવાની ચીમકી પણ નળકાંઠા ખેડૂત સેનાએ ઉચ્ચારી છે. આ સભામાં નળકાંઠા ખેડૂત સેના ના પ્રમુખ રઘુભાઈ કો.પટેલ, મહામંત્રી હરીશભાઇ વૈષ્ણવ અને સાણંદના ખેડુત આગેવાન શૈલેષ ઠક્કર સહીત 35 થી વધુ ગામના 500 થી વધુ ખેડુતો એકઠા થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments