શહેરના ઐતિહાસિક રામમહેલ મંદિર ગૌશાળા ના પ્રશ્ર્ન ને લઇને મહંત રામકુમારદાસજી પણ આમરણાંત ઉપવાસ પર, વિરમગામના તમામ વેપારી એસોસિયેશન ઉપવાસ આંદોલન ના સમર્થનમાં, વિરમગામ શહેરના વિવિઘ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર સહિત ગંદકી સહિત પ્રાણ પ્રશ્નોને લઇને યુવા શક્તિ ગૃપ ના યુવાનો એ તાલુકા સેવા સદન કચેરી બહાર 5 થી વઘુ લોકો યુવા શક્તિ ગૃપ ના ગૌરવ શાહ, આશિષ ગુપ્તા, ચંદુજી ઠાકોર, અનીલ મીર સહિત અમરણાંત અને અન્ય વેપારી સહિત અન્ય લોકો પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. બીજી બાજુ વિરમગામ શહેરના ઐતિહાસિક રામમહેલ મંદિર ગૌશાળાના પ્રશ્ર્નને લઇને મહંત રામકુમારદાસજી પણ આમરણાંત ઉપવાસ પર
છે..આ અગાઉ પણ ૧૨/૦૩/૧૮ ના રોજ વિરમગામ શહેરના વિવિઘ પ્રશ્ર્નો (૧) શહીદ બાગ હાલ ખંડેર પરિસ્થિતિમાં છે તેને વિકસાવવામાં આવે (ર) વિરમગામ ની શાન ગણાતો ટાવર હાલ જર્જરિત હાલતમાં છે. તેનું નવનિર્માણ કરવામાં આવે, (3) ગંગાસર તળાવની અંદર કુંભ વેલ ઊગી નીકળેલ છે જેનાથી ભવિષ્યમાં રોગચાળો ફેલાવાનો એક ભય છે જેથી ગંગાસર તળાવની અંદર ઉગી નીકળેલ કુંભ વેલનો નાશ કરી તળાવની સફાઇ કરવી (૪) ગામના જાહેર સૌચાલય તૂટી ગયેલ છે અથવા તો ખરાબ હાલતમાં છે તેથી તમામને ફરીવાર બનાવવા તેમજ ગામના પે એન્ડ યુઝ જે બંધ હાલતમાં છે તેને ચાલુ કરાવવા સહીતના પ્રાણ પ્રશ્ન ને લઇ ઉ૫વાસ ૫ર બેસલ તે સમયે ન.પ્રમુખ અને ઉ૫.પ્રમુખ દ્રારા ડી.એમ.ઓ , નાયબ કલેક્ટર ,મામલતદાર , ચીફ ઓફીસર , આગામી સામાન્ય સભામાં સર્વાનુમતે ઠરાવ કરાવી કામગીરી કરાવવાની લેખીત ખાત્રી આપેલ છે. તેમ છતાં આજદીન સુઘી તેનુ પાલન
કરવામાં આવેલ નથી. આખરે આજરોજ વિરમગામ શહેરના વિવિઘ પ્રશ્ર્ન ને લઇને ફરીથી નગરપાલિકાના નઘરોળ તંત્ર સામે ઉપવાસ પર ઉતર્યા હતા.આ બાબતે વિરમગામ નગરપાલિકા નો સંપર્ક સાઘતા ચીફ ઓફિસર અને પ્રમુખ હાજર હતા..