VANDANA VASUKIYA – VIRAMGAM
THIS NEWS IS SPONSORED BY : RAHUL MOTORS – આચાર્ય શ્રી પુરૂષોત્તમ પ્રિય દાસજી સ્વામીશ્રી મહારાજ ની પ્રેરણાથી ભગવાનના ચરણોમાં કેશર કેરીનો મનોરથ કરાયો.
કમલા એકાદશી નિમિતે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર બાવળા ખાતે સંસ્થા ના આચાર્ય શ્રી પુરૂષોત્તમ પ્રિય દાસજી સ્વામીશ્રી મહારાજ ની પ્રેરણા થી ભગવાન ના ચરણોમાં ૧૦૧ કિલો કેશર કેરી નો મનોરથ કરવા માં આવ્યો હતો. કમલા એકાદશીના પાવન દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શનનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પુરૂષોત્તમ એકાદશીને કમલા એકાદશી પણ કહેવાય છે. પુરૂષોત્તમ માસમાં પડવાના કારણે આ એકાદશીનો નામ પુરૂષોત્તમ એકાદશી પડ્યું છે. વિષ્ણુ પુરાણ મુજબ પુરૂષોત્તમ એકાદશી દુર્લભ એકાદશી ગણાય છે. આ મહીનામાં કમલા એકાદશી જ્યેષ્ઠ શુક્લ એકાદશી છે. કારણકે અધિકમાસ (મલમાસ) એટલે ત્રણ વર્ષમાં એક વાર આ એકાદશી પડે છે. શાસ્ત્રીય માન્યતા મુજબ પુરૂષોત્તમ કમલા એકાદશીના દિવસે કાંસના પાત્રમાં ભોજન નહી કરવું જોઈએ. સાથે જ આ એકાદશીના દિવસે મસૂરની દાળ, ચણા, મધ, શાક અને લસણ, ડુંગળીના સેવનથી બચવું જોઈએ. તે સિવાય આ દિવસે કોઈ બીજાના આપેલું ભોજન ગ્રહણ નહી કરવું જોઈએ. આ એકાદશીના દિવસે ગળ્યું ભોજનમાં ફળાહારનો સેવન જ કરવું જોઈએ. એક માન્યતા મુજબ આ એકાદશી પર જે માણસ આ નિયમોનો પાલન કરતા ભગવાન વિષ્ણુની આરાધના કરે છે તેને જનમ-જન્માંતરના પાપથી મુક્તિ મળી જાય છે.