PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ ના ભોજવા ગામે થી દોઢ કિલોમીટર ના અંતરે પ્રાચીન મંદિર શ્રી શીંગળાથર હનુમાનજી મંદિર ના પટંગણ ની જગ્યા માં રામકથા નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ તા.3/4/2017ને ચૈત્ર સુદ સાતમથી તા.11/4/2017 ચૈત્ર સુદ પુનમને પૂર્ણાહુતિ થનાર છે
વ્યાસપીઠ પરથી જાણિતા કથાકાર હિમાંશુ મહારાજ જાદવપુરાવાળા દ્વારા સવારે 09:00 કલાક થી 01:00 કલાક સુઘી કથાનું રસપાન કરાવવાંમાં આવે છે. આ કથાનું આયોજન રામકથા આયોજન સમીતી ભોજવા ગામ દ્વારા કરવામાં આવેલ છે