

PIYUSH GAJJAR – VI
સૂર-સંગીત ને સીમાં નથી હોતી. જી હા, ગુજરાતના અનેક પૌરાણીક નામીઅનામી કલાકારો ગરબા, ભજન-સંતવાણી અને સાહિત્ય માટે જાણીતા છે. ત્યારે નાનપણથી લોકગાયીકી અને સંગીત પ્રત્યે લોક ચાહના મેળવનાર અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લા પાટડી તાલુકાનાં આદરણીયાણા અને વર્ષોથી વિરમગામ શહેરમાં રહેતા નરેશદાન ગઢવી કેશરીયા કનેરીયા ગુજરાત ભરમાં અનેક નાનામોટી જગ્યાઓએ ગરબા-લોકગીત અને ભજન સંતવાણી કાર્યક્રમો કર્યા છે. ત્યારે નરેશદાન ગઢવી કેશરીયા ને યુકે- લંડનના માન્ચેસ્ટર શહેરમાં આ વર્ષે નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ રહી છે જ્યાં માન્ચેસ્ટર સીટીમાં નરેશદાન ગઢવી કેશરીયા તેમજ સાથી કલાકારોએ નવરાત્રી મહોત્સવમા વિવિઘ ગરબાથી લોકોને ડોલાવ્યા છે. ત્યારે કહેવાનું મન થાય જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત..