Saturday, April 5, 2025
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામના સચાણા ગામ ખાતે શ્રી કેશર કુંભ કુટુંબ યાત્રાનું પુજન કરી ઉમકળાભેર...

વિરમગામના સચાણા ગામ ખાતે શ્રી કેશર કુંભ કુટુંબ યાત્રાનું પુજન કરી ઉમકળાભેર સ્વાગત કરાયું, ઘાંગ્રઘા-હળવદ સ્ટેટના રાજવી ડો.જયસિંહજી સાહેબ સહિતના રાજવીઓ ઉપસ્થિત રહ્યા

PIYUSH GAJJAR -VIRAMGAM
ઐતિહાસિક સાંસ્કૃતિક વિરાસતના જતન માટે ઘાંગ્રઘાના રાજ મહેલથી કેશર કુંભ કુટુંબ યાત્રા નીકળી આજરોજ વિરમગામના સચાણા ગામ ખાતે આવી પહોંચી હતી. જ્યાં વિરમગામ સહિત પંથકના ક્ષત્રિય સમાજ દ્વારા યાત્રાનુ પુજન કરી ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. ઘાંગ્રઘાના ૪૭મા રાજા તરીકે ઝલ્લેશ્વર મહારાજ શ્રીરાજ ડો.જયસિંહજી સાહેબ ઓફ હળવદ – ઘાંગ્રઘા નુ ગત ૧૨ડિસેમ્બરે રાજતિલક કરાયું હતું ઝાલાવાડની ૬૫ જગ્યા ના અને સિંઘમાથી પણ પવિત્ર જળ કળશમા રાખવામાં આવ્યાં હતાં ગુજરાતના ક્ષત્રિય ઝાલા પરીવારો આ યાત્રામા જોડાયા હતા આજરોજ આ શ્રી કેશર કુંભ કુટુંબ યાત્રા વિરમગામના સચાણા ગામ ખાતે આગમન થયું હતું જ્યાં વિરમગામના ૯ ગામો સહિત પંથક ના ક્ષત્રિય સમાજ પરીવારો ઉપસ્થિત રહ્યા હતા. અને રાજવીઓનુ સન્માન કરવામાં આવ્યું હતું. જેમા ૪૭મા ઝલ્લેશ્વર મહારાજ શ્રી રાજ ડો.જયસિંહજી સાહેબ ઓફ હળવદ – ઘાંગ્રઘા, લખતર સ્ટેટના બળભદ્ર સિંહજી, સાણંદના જયસિવસિંહજી ટીકાબાપુ સહિત રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments