- સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પીટલમા બાલ સેવા કેન્દ્રના બાળકો અને દર્દીઓને ફ્રુટ બિસ્કીટનુ વિતરણ કરી ઉજવણી કરાઇ
સામાન્ય રીતે લોકો દ્વારા મોલ, હોટલ કે મલ્ટીપ્લેક્સમાં પરીવાર સાથે જઇને પોતાના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે અને પરીવાર, મિત્રો સાથે હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ વિરમગામના એક સામાજિક કાર્યકરે અનોખી રીતે પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી. વિરમગામના સામાજીક કાર્યકર ચંદુજી દરબારે પોતાના જન્મદિવસ નિમિતે સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પીટલમા બાલ સેવા કેન્દ્રના બાળકો અને દર્દીઓને ફ્રુટ બિસ્કીટનુ વિતરણ કરી ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં પુર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા, બળવંતભાઈ ઠાકોર, દેવાભાઇ ઠાકોર, રવિભાઇ, વહીવટી અધીકારી, સ્ટાફ નર્સ સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.