- વિરમગામ નગરપાલીકા ખાતે આશા બહેનોએ હાથમાં બેનર્સ લઇને બેટી બચાવો બેટી પઢાવોનો સંદેશ આપ્યો
અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવના માર્ગદર્શન મુજબ તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વિરમગામ નગર પાલીકા ખાતે આશા બહેનોએ હાથમાં બેનર્સ લઇને “બેટી બચાવો, બેટી પઢાવો” નો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, તાલુકા એચ.વી. ગૌરીબેન, જયેશભાઇ પાવરા, કે.એમ. મકવાણા, નીલકંઠ વાસુકિયા, ડો.આર.જી. વાઘેલા, ડો.ઝંખના જયસ્વાલ, ડો.ધારા સુપેડા, ડો.ધારા પટેલ સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, દિકરી-દિકરા વચ્ચે કોઇ પણ પ્રકારનો ભેદભાવ ન રાખવો જોઇએ અને દિકરીને પણ જન્મવાનો અધિકારી છે. જન્મ પહેલા બાળકની જાતીની તપાસ કરાવવીએ ગંભીર ગુનો છે અને તેમા દોષીતને જેલની સજા પણ થઇ શકે છે. દિકરીએ શાપનો ભારો નહિ પણ દિકરીએ તો તુલસીનો ક્યારો છે. દિકરીએ તો ઘરની લક્ષ્મી છે.