વિરમગામની શેઠ એમ.જે. હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગમાં બેંક ઓફ બરોડા દ્વારા તેની સ્થાપનાના 112 વર્ષની ઉજવણીના ભાગરૂપે બાલમંદિર તેમજ ધોરણ-1 તથા 2 ના બાળકોને લંચ બોક્સ, બિસ્કિટ પેકેટ તેમજ ચોકલેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બેંક મેનેજર નિલયભાઈ તેમજ બેન્ક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. શાળા તરફથી પ્રિન્સીપાલ ભરતસિંહ સોલંકી તેમજ અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભરતસિંહ સોલંકીએ બેન્ક મેનેજર નિલયભાઈને ‘વિદ્યાદાન એ જ સાચું દાન’ નો મહિમા સમજાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ક્લાર્ક ચંદ્રેશભાઈ વ્યાસ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
વિરમગામની શેઠ એમ.જે. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને બેંક ઓફ બરોડા દ્વારા પ્રોત્સાહીત કરાયા
RELATED ARTICLES