PIYUSH GAJJAR – VIRAMGAM
● ચારેતરફ નાંખવામાં ફેન્સીંગ તારની વાડ તૂટી : તંત્રની બેદરકારીના પગલે અનેક પ્રાચિન ઇમારતોની બિસ્માર હાલત…..
વિરમગામ શહેરમાં આવેલા ઐતિહાસિક મુનસર તળાવનું અસ્તિત્વ જોખમાયું છે. તળાવના કિનારા પર આવેલી દેરીઓ પણ દિવસેને દિવસે ખંડિત બનતી જાય છે. તળાવના કિનારા પર લગાવવામાં આવેલી ફેન્સીંગ તૂટી જવા પામી છે. તંત્રની બેદરકારીના પગલે શહેરની અનેક પ્રાચિન ઇમારતોની બિસ્માર હાલતમાં છે. અમદાવાદ જિલ્લાના ઐતિહાસિક શહેર વિરમગામએ સૌરાષ્ટ્રનું બારુ તરીકે ગણાય છે. આ શહેર અને તેમા આવેલા ચારેતરફના ગઢ અને ૭૫૦ થી વધુ વર્ષ જુનુ ઐતિહાસિક મુનસર તળાવ આવેલુ છે. લોક વાયકા મુજબ રાજા વિરમદેવે વસાવેલા વિરમગામ પર લાંબા સમય સુધી કોઇ એક વંશનું રાજય ચાલ્યુ નથી. ૧૧મી સદીમાં સિઘ્ધરાજ જયસિંહની માતા મીનળદેવીએ બંધાવેલા મુનસર તળાવ કલા કારીગરીના બેનમુન સમાન એક ઐતિહાસિક ધરોહર છે. તળાવની ચારે તરફ ૫૨૦ દેરીઓ હતી. દરેક દેરીઓની અંદર એક શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. દેરીઓની બંને બાજુઓ છીદ્રો હતા, તેમાથી દોરી પસાર કરીને મુનસરી માતાના મંદિરમાં જતી હતી. દરેક દેરીઓની અંદર ઘંટડીઓ મુકવામાં આવી હતી. સંઘ્યાકાળે આરતી સમયે દેરીઓમાં રહેલી ઘંટડી રણકી ઉઠતી હતી. આજની પેઢીને મુનસર તળાવના સ્થાપત્ય કલાની કોઇ જાણકારી જ નથી. રાજયમાં આવા કેટલાક સ્થાપત્યો વિનાશના આરે છે. આજની પેઢીને ખેચી લાવવા સર્મથ નથી, સ્થાપતા કલામાં કે તેની આસપાસ ગંદકી કે હાનિકારક ઇત્તર પ્રવૃતિ તેમજ અસામાજિક તત્વોના અડાઓ જ બની ગયા છે. આ બાબતમાં સ્થાનિક તંત્ર પુરાતત્વ ખાતુ પુરેપુરુ જવાબદાર કહેવાય. તંત્રની બેદરકારીના કારણે આપણી સંસ્કતિ કે વારસાની જાળવણી થઇ શકી નથી, સ્થાનિક તંત્ર અને પુરાતત્વ ખાતા દ્વરા ઉપેક્ષા કરવામા આવી રહી હોવાનું લોકમુખે ચર્ચાઇ રહયુ છે. પાટણના રાજા સિઘ્ધરાજ જયસિંહની માતા મીનળદેવીએ તળાવ બંધાવ્યુ હતુ. અનેકવાર તળાવના વિકાસ માટે ભૂમિપુજન થયુ હતુ. જે વાતને વર્ષોવીતવા છતા કોઇ કાર્ય થયુ નથી. તળાવના કિનારા પર રોડની બાજુએ ઇટોની દીવાલ તથા અન્ય જગ્યા તારની વાડ કરવામાં આવી હતી. જે વેરવિખેર પડી છે.
વઘુમા તંત્રની સાથે સાથે શહેરના ઐતિહાસિક મુનસર તળાવ માં આજુબાજુના વિસ્તારના રહિશો દ્વારા પોતાનો ઢોરોને નવરાવવા માટે અહિં તળાવમાં ઉતારી દે છે. જેથી આ ઐતિહાસિક મુનસર તળાવની હાલત દિન પ્રતિદિન બિસ્માર બની છે.